Home > March 11, 2015

વાયબ્રન્‍ટ કચ્‍છ કાર્યક્રમમાં વિરાયતન : વિદ્યાપીઠને ફુલડે વધાવાઈ

વર્ષ ૨૦૦૧માં ગોઝારા ધરતીકંપ બાદ સમગ્ર કચ્‍છ જીલ્લામાં આવેલી આપત્તિ બાદ શિક્ષણક્ષેત્રે અનન્‍ય સિદ્ધિ કરેલીઃ આનંદીબેન પટેલના હસ્‍તે એવોર્ડ અપાયો : ભણતર સાથે ઘડતરનો આદર્શ – વિરાયતન વિદ્યાપીથઃ વિરાયતન વિદ્યાપીઠમાં ગુજરાતી માધ્‍યમની પ્રાથમિક અને માધ્‍યમિક શાળાઓ, અંગ્રેજી માધ્‍યમની પ્રાથમિક શાળા, સ્‍વાસ્‍થ્‍ય સંભાળ કેન્‍દ્ર, વ્‍યવસાયિક તાલીમ કેન્‍દ્ર, ફાર્મસી કોલેજ (બી. ફાર્મ, એમ. ફાર્મ અને પી. એચ. ડી. ના અભ્‍યાસક્રમો), બી. બી. એ. અને બી. સી. એ. કોલેજો હાલમાં કાર્યરત છેઃ શિક્ષણના ઉત્‍કર્ષ માટે વિરાયતન વિદ્યાપીઠમાં ચાલતી અનેકવિધ પ્રવૃતિઓ:

વાયબ્રન્‍ટ કચ્‍છ કાર્યક્રમમાં વિરાયતન : વિદ્યાપીઠને ફુલડે વધાવાઈ

 
રાજકોટ: ભુજ ખાતે કચ્‍છ ચેમ્‍બર્સ ઓફ કોમર્સ એન્‍ડ ઈન્‍ડસ્‍ટ્રીઝ દ્વારા આયોજીત વાયબ્રન્‍ટ કચ્‍છ સમીટમાં વર્ષ ૨૦૦૧માં ગોઝારા ધરતીકંપ પછી સમગ્ર કચ્‍છ જીલ્લા ઉપર આવેલી આપતિ બાદ શિક્ષણ ક્ષેત્રમાં વીરાયતનની અનન્‍ય કાર્ય – સિદ્ધિ માટે ગુજરાત રાજયના મુખ્‍યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ દ્વારા ‘એવોર્ડ ફોર રેવોલ્‍યુશન ઈન એજ્‍યુકેશન’ થી વિરાયતન વિદ્યાપીઠને સન્‍માનિત કરવામાં આવેલ. વીરાયતન સંસ્‍થાની આછેરી ઝલક જોઈએ તો, પરમ પૂજય ગુરૂદેવ શ્રી ઉપાધ્‍યાય શ્રી અમરમુનિજી મહારાજનાં આર્શીવાદથી, આચાર્યશ્રી ચંદનાજીએ વિરાયતનની સ્‍થાપના ૧૯૭૩માં બિહાર રાજયમાં કરી હતી. જે નિષ્‍ઠાવાન અને કાર્યશીલ સાધ્‍વીજીઓ દ્વારા, ટ્રસ્‍ટીઓ, સમિતિના સભ્‍યો અને અનુભવી સહાયકોના સહયોગથી કાર્યરત છે. વિરાયતન શૈક્ષણિક કેન્‍દ્રની અનન્‍યતાઓમાં સંસ્‍કારસભર શિક્ષણ દ્વારા ઘડતર, યુવાનોને વૈશ્વિક જવાબદારીઓ માટે તાલીમ, સમાજોપયોગી થવા જાગૃતિકરણ, સાંપ્રદાયિક સમુેળતાનો વિકાસ અને પર્યાવરણની સમતોલતા સાધવાનો હૃદયપૂર્વક પ્રયાસ અને સંશોધનીય પ્રક્રિયા દ્વારા નવી ક્ષિતિજોનું નિર્માણ કરવાનું છે.
 
૨૬મી જાન્‍યુઆરી ૨૦૦૧ ના ગોઝારા ધરતીકંપથી કચ્‍છની પીડીત જનતાને જોઈ વિરાયતના સાધ્‍વીજીઓના હૃદયમાં પણ કંપન ઉત્‍પન્‍ન થયા. પીડીતોને તાત્‍કાલીક મદદ પૂરી પાડવા અને પુનઃવર્સનના કાર્યમાં ભાગીદાર બનવા કરૂણાની મૂર્તિ સમાન સાધ્‍વીજીઓ કચ્‍છ દોડી આવ્‍યા. વિવિધલક્ષી વ્‍યવસાયિક તાલીમ કેન્‍દ્ર અને હંગામી ધોરણે શાળાઓની સ્‍થાપના કરી. આમ જનતાના સુખ – દુઃખમાં ભાગીદાર બન્‍યા. ધરતીકંપની વિનાશક તારાજીને નજરમાં રાખી ઘણા લાંબા વખત સુધી ચાલનાર સહાય પ્રવૃતિને લક્ષ્યમાં લઈ શિક્ષણ દ્વારા જનસમુદાયના વિકાસને વેગવંતુ બનાવવામાં આવી. એક શ્રેષ્‍ઠ ઉદ્દેશ્‍ય, નૈતિક અને આધ્‍યાત્‍મિકતાની ગરીમા સાથે વીરાયતને શૈક્ષણિક ક્ષેત્રોમાં વિશિષ્‍ઠ ક્રાંતિ સર્જી છે. વિદ્યાર્થીઓના જીવનમાં ઈષ્‍ટતાના સિદ્ધાંતો અને ઉત્‍કૃષ્‍ટ કાર્યક્ષમતાનું વિરાયતન દ્વારા ઉત્તમ સર્જન થઈ રહ્યું છે.
 
વિરાયતન એક આંતરરાષ્‍ટ્રીય સેવાભાવી સામાજીક સંસ્‍થા છે જે માનવ સેવા એ જ પ્રભુ સેવાને લક્ષ્યમાં રાખી, આધ્‍યાત્‍મિક વિકાસ, ઉત્‍કૃષ્‍ટ શિક્ષણ અને નિઃસ્‍વાર્થ સેવાભાવથી લોકહિતના કાર્યો કરી રહી છે. આ સંસ્‍થામાં જાતિ, ધર્મ કે લીંગના કોઈપણ ભેદભાવ વિના સૌનો સંપૂર્ણ વિકાસ થાય છે.
સમાજના નવ નિર્માણમાં આ સંસ્‍થા ધર્મના પ્રયોગશીલ સિદ્ધાંતોને આધુનિક વિજ્ઞાનની દુનિયામાં પ્રતિપાદન કરાવી સહભાગી બની રહી છે. વિરાયતન વિદ્યાપીઠમાં ગુજરાતી માધ્‍યમની પ્રાથમિક અને માધ્‍યમિક શાળાઓ, અંગ્રેજી માધ્‍યમની પ્રાથમિક શાળા, સ્‍વાસ્‍થ્‍ય સંભાળ કેન્‍દ્ર, વ્‍યવસાયિક તાલીમ કેન્‍દ્ર, ફાર્મસી કોલેજ (બી. ફાર્મ, એમ. ફાર્મ અને પી. એચ. ડી. ના અભ્‍યાસક્રમો), બી. બી. એ. અને બી. સી. એ. કોલેજો હાલમાં કાર્યરત છે.
 
જયારે વિરાયતન વિદ્યાપીઠમાં એન્‍જીનિયરીંગ, મેનેજમેન્‍ટ અને સંશોધન ઈન્‍સ્‍ટીટયુટમાં સ્‍નાતક ક્ષેત્રે મીકેનીકલ એન્‍જીનિયરીંગ, સિવિલ એન્‍જીનિયરીંગ, ઈલેકટ્રોનિકસ એન્‍ડ કોમ્‍યુનિકેશન એન્‍જીનિયરીંગ, ઈન્‍ફોરમેશન ટેકનોલોજી એન્‍જીનિયરીંગ, કોમ્‍પ્‍યુટર એન્‍જીનિયરીંગનું શિક્ષણ આપવામાં આવે છે. ઉપરાંત અનુસ્‍નાતક ડીગ્રીમાં એમ. બી. એ., એમ. ઈ. (મીકેનીકલ એન્‍જી. – મશીન ડીઝાઈન), એમ. ઈ. સિવિલ એન્‍જીનિયરીંગ (કોમ્‍પ્‍યુટર એડેડ્‍ સ્‍ટ્રકચરલ ડીઝાઈન) નું શિક્ષણ પણ કાર્યરત છે. તેમજ ડીપ્‍લોમા એન્‍જીનિયરીંગમાં મિકેનીકલ એન્‍જીનિયરીંગ અને સિવિલ એન્‍જીનિયરીંગ પણ કાર્યરત છે સાથો સાથ વિદ્યાર્થી રમત – ગમત ક્ષેત્રે પોતાનું કૌશલ્‍ય દેખાડી શકે તે માટે વિશાળ સ્‍પોર્ટ્‍સ કોમ્‍પલેક્ષ પણ બનાવવામાં આવેલ છે.
 
વિરાયતન કચ્‍છની ઉલ્લેખનીય સિદ્ધિઓમાં જોઈએ તો ૨૦૦૧ના ભીષણ ભૂકંપ બાદ ગુજરાતના કચ્‍છ જીલ્લામાં વિરાયતન દ્વારા અનેક સેવા કાર્યો સાથે ૧૦,૦૦૦ બાળકો માટે હંગામી સ્‍કુલોમાં તાત્‍કાલીક શિક્ષણ, કચ્‍છમાં ૩૨ સ્‍થળે રોજગારલક્ષી વ્‍યવસાયિક તાલીમ કેન્‍દ્રો દ્વારા ૧૨,૦૦૦ તાલીમાર્થીઓને પગભર થવાની તાલીમ, કીડ્‍સ અને શ્રૃતમ્‌ યોજના દ્વારા હજારો ઝૂપડપટ્ટીના બાળકો અને બાળમજૂરો માટે સાક્ષરતા અને સ્‍વચ્‍છતા અભિયાન, આર્થિક અને સામાજીક રીતે અવિકસિત ગ્રામ્‍ય વિસ્‍તારના બાળકો માટે રૂદ્રાણી ગામ (તા. ભુજ) નિઃશુલ્‍ક પ્રાથમિક શિક્ષણનું આયોજન, અંતરીયાળ ગ્રામ્‍ય વિસ્‍તારના વિદ્યાર્થીઓને આધુનિક છાત્રાલયોમાં રહેઠાણની વ્‍યવસ્‍થા સાથે શિક્ષણની સગવડતા, ૧,૦૦,૦૦૦ ગાયો – પશુઓ માટે પાણીના અવેડાની વ્‍યવસ્‍થા, પર્યાવરણની જાળવણી માટે સૂર્ય ઉર્જાના સાધનોથી સજ્જ, સાફ – સ્‍વચ્‍છ ભોજનાલયમાં ૨૦૦૦ લોકો માટેની વ્‍યવસ્‍થા, ૧૦,૦૦,૦૦૦ વર્ગ ફૂટ વધારે બાંધકામ સાથેની વિદ્યાપીઠ અને દેશના જુદા જુદા ભાગોમાં ભારે હોનારત કે ભયંકર આપત્તિના સમયમાં તાત્‍કાલીક મદદ પૂરી પાડવી.
 
વિરાયતન વિદ્યાપીઠમાં તકનીકી સંકુલન માટે આધારભૂત માળખાકીય સુવિધાઓ જેવી કે જુદા – જુદા સંકુલમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ માટે હવા – ઉજાસ અને સુવિધાસભર છાત્રાલય, સંકુલમાં જે પૌષ્‍ટિક અને સાત્‍વિક ભોજન પીરસતા આધુનિક ભોજનાલયની વ્‍યવસ્‍થા, લેખન સાહિત્‍ય, સાધન સામગ્રી અને ઉપહારગૃહની સુવિધા, અવિરત વિદ્યુત પ્રવાહના સમતોલન માટે જનરેટરની સુવિધા, ઉત્તમ સાધનોથી સજ્જ વિષયવાર ૫૦ થી પણ વધુ પ્રયોગશાળાઓ, અભ્‍યાસક્રમ માટે જુદા જુદા ટયુટોરીયલ વર્ગો, એલ. સી. ડી. પ્રોજેકટથી જોડાયેલા નાવીન્‍યપૂર્ણ કલાસરૂમો, કોમ્‍પ્‍યુટર લેબ અને અંગ્રેજી ભાષાની અલગ અલગ પ્રયોગશાળાઓ, ઈન્‍ટરનેટ અને વાઈ-ફાઈ સુવિધાથી સજ્જ કેમ્‍પસ, જી. ટી. યુ. તરફથી સ્‍વીકૃત પુસ્‍તકો, સંદર્ભ પુસ્‍તકો, જર્નલ અને ઈ-જર્નલ સાથેની આધુનિક લાઈબ્રેરી, સંપૂર્ણ વાતાનુકુલિત વાંચનાલય, કેન્‍દ્રીય વર્કશોપ, ચર્ચામંડળ – પરિસંવાદ આયોજન માટે અલગ ખંડો, સ્‍કુલમાં જ આરોગ્‍ય સેવા અને સ્‍ટાફ તથા વિદ્યાર્થીઓ માટે પરિવહનની વ્‍યવસ્‍થા પણ પૂરી પાડવામાં આવી છે.
 
વિરાયતન વિદ્યાપીઠ ચોક્કસપણે માને છે કે ભારતમાં આશાસ્‍પદ યુવાનોની સંખ્‍યા વિશ્વમાં સૌથી મોટી છે. આ સંખ્‍યા યુ. એસ. એ. અને યુરોપીય દેશના યુવાનોની કુલ સંખ્‍યા સમાન છે. આ યુવાઓ દેશના ભવિષ્‍યના નિર્માણના પડકારને પહોંચી વળવા સક્ષમ બને તે જરૂરી છે. યુવા સંપતિમાંથી ફકત ૧૪% ઉચ્‍ચતરીય શિક્ષણ પ્રાપ્‍ત કરે છે. યુવા સંપતિનો વિકાસ થયો નથી કારણ કે ગ્રામ્‍ય જીવનમાં ઉછરતા યુવાઓ ઉચ્‍ચતરીય શિક્ષણ પ્રાપ્‍ત કરે છે. યુવા સંપતિનો વિકાસ થયો નથી કારણ કે ગ્રામ્‍ય જીવનમાં ઉછરતા યુવાઓ ઉચ્‍ચ શિક્ષણથી વંચિત રહે છે અને તેમનામાં છુપાયેલી પ્રતિભાનો પૂરતો ઉપયોગ ભારતના વિકાસ માટે પ્રાપ્‍ત થતો નથી. વિરાયતન ગ્રામ્‍ય વિસ્‍તારના યુવાઓના ઉત્‍થાન માટે ઉચ્‍ચતરીય અને વ્‍યવસાયિક શિક્ષણ તેમના આંગણા સુધી લાવવા માટે કટીબદ્ધ છે.
 
વીરાયતન કચ્‍છના સંચાલક સાધ્‍વીશ્રિ શીલાપીજી મહારાજ શૈક્ષણિક ક્ષેત્રે વધુ ને વધુ કાર્યરત અને સંપૂર્ણ સવલત સાથેના શૈક્ષણિક સંકુલ, કચ્‍છના વિદ્યાર્થીઓને હાયર એજ્‍યુકેશન મળે ત્‍યાં તેમની કારકિર્દી ઉજ્જવળ બને તેવા શુભ આશયથી કાર્ય કરી રહ્યા છે. જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને ફ્રી શિક્ષણ આપી અનેક અદ્વિતીય સેવાકાર્ય બદલ વાયબ્રન્‍ટ કચ્‍છ સમીટમાં ગુજરાત રાજયના મુખ્‍યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ દ્વારા ‘એવોર્ડ ફોર રેવોલ્‍યુશન ઈન એજ્‍યુકેશન’ થી સન્‍માનિત કરવામાં આવેલ છે.
 
વિરાયતન વિદ્યાપીઠની વધુ માહિતી માટે ભુજ – માંડવી રોડ, ગામ – જખણીયા, પો. તલવાણા, તા. માંડવી ફોન – ૦૨૮૩૪-૨૭૫૪૮૩, મોબાઈલ – ૯૮૨૫૩ ૭૨૯૫૧ ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.
 
૧૦ હજાર બાળકો માટે હંગામી સ્‍કુલોમાં તાત્‍કાલીક શિક્ષણ, ૧૨ હજાર તાલીમાર્થીઓને પગભર થવા તાલીમ વિરાયતન કચ્‍છની ઉલ્લેખનીય સિદ્ધિઓમાં જોઈએ તો ૨૦૦૧ના ભીષણ ભૂકંપ બાદ ગુજરાતના કચ્‍છ જીલ્લામાં વિરાયતન દ્વારા અનેક સેવા કાર્યો સાથે ૧૦,૦૦૦ બાળકો માટે હંગામી સ્‍કુલોમાં તાત્‍કાલીક શિક્ષણ, કચ્‍છમાં ૩૨ સ્‍થળે રોજગારલક્ષી વ્‍યવસાયિક તાલીમ કેન્‍દ્રો દ્વારા ૧૨,૦૦૦ તાલીમાર્થીઓને પગભર થવાની તાલીમ, કીડ્‍સ અને શ્રૃતમ્‌ યોજના દ્વારા હજારો ઝૂપડપટ્ટીના બાળકો અને બાળમજૂરો માટે સાક્ષરતા અને સ્‍વચ્‍છતા અભિયાન, આર્થિક અને સામાજીક રીતે અવિકસિત ગ્રામ્‍ય વિસ્‍તારના બાળકો માટે રૂદ્રાણી ગામ (તા. ભુજ) નિઃશુલ્‍ક પ્રાથમિક શિક્ષણનું આયોજન, અંતરીયાળ ગ્રામ્‍ય વિસ્‍તારના વિદ્યાર્થીઓને આધુનિક છાત્રાલયોમાં રહેઠાણની વ્‍યવસ્‍થા સાથે શિક્ષણની સગવડતા, ૧,૦૦,૦૦૦ ગાયો – પશુઓ માટે પાણીના અવેડાની વ્‍યવસ્‍થા, પર્યાવરણની જાળવણી માટે સૂર્ય ઉર્જાના સાધનોથી સજ્જ, સાફ – સ્‍વચ્‍છ ભોજનાલયમાં ૨૦૦૦ લોકો માટેની વ્‍યવસ્‍થા, ૧૦,૦૦,૦૦૦ વર્ગ ફૂટ વધારે બાંધકામ સાથેની વિદ્યાપીઠ અને દેશના જુદા જુદા ભાગોમાં ભારે હોનારત કે ભયંકર આપત્તિના સમયમાં તાત્‍કાલીક મદદ પૂરી પાડવી.
Award_small
Close
loading...